Hon'ble Supreme Court Orders/Judgments in Gujarati

Sr. No.Case NumberTranslated Gujarati VersionOrignal English Version
7851.
Supreme Court Civil Appeal No.5802 of 2022
X વિરુદ્ધ ધ પ્રિન્સિપલ સેક્રેટરી, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ, ગવર્નમેન્ટ ઑફ એન.સી.ટી. ઑફ દિલ્હી અને અન્ય
વિષય : મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી નિયમો, ૨૦૦૩ નો નિયમ ૩બી પરણિત અને અવિવાહિત બંને સ્ત્રીઓને સમાન રીતે લાગુ પડે છે.
DownloadDownload
7852.
Supreme Court Civil Appeal No.5783 of 2022
યુનિયન ઑફ ઇન્ડિયા અને અન્ય વિરુદ્ધ મેસર્સ ગણપતિ ડીલકોમ પ્રા. લિ.
વિષય : બેનામી વ્યવહારો (પ્રતિષેધ) સુધારા અધિનિયમ, ૨૦૧૬ ની દંડાત્મક તથા મિલકત જપ્તી સંબંધિત જોગવાઈઓ માત્ર ભાવિ અસર ધરાવે છે અને તા. ૦૧/૧૧/૨૦૧૬ પૂર્વે થયેલા બેનામી વ્યવહારોને લાગુ પડી શકે નહીં.
DownloadDownload
7853.
Supreme Court Civil Appeal No. 4591 of 2014
એસોસીએશન ઓફ યુનીફાઇડ ટેલી સર્વિસીસ પ્રોવાઇડર્સ અને અન્યો વિ. ભારત સંઘ
વિષય : ટેલિકોમ સ્પેક્ટ્રમમાંથી ભારત સરકારને મળવાપાત્ર લાયસન્સ ફી અને આવકના યોગ્ય નિર્ધારણ માટે ખાનગી દૂરસંચાર સેવા પ્રદાતાઓના હિસાબી દસ્તાવેજોની ચકાસણી કરવાની સીએજી (CAG) ની બંધારણીય અને કાનૂની અધિકારસત્તા અંગે.
DownloadDownload
7854.
Supreme Court Civil Appeal No.8337 of 2017
મેસર્સ ઇનોવેન્ટિવ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિરુદ્ધ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક અને અન્ય
વિષય : ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, ૨૦૧૬ ની કલમ ૨૩૮ હેઠળ, અસંગત રાજ્ય કાયદા સામે સદર કોડની જોગવાઈઓ અગ્રતા ધરાવે છે.
DownloadDownload
7855.
Supreme Court Civil Appeal No.5766 of 2021
દેવાસ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિ. વિરુદ્ધ એન્ટ્રિક્સ કોર્પોરેશન લિ. અને અન્ય
વિષય : કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૨૭૧(સી) હેઠળ છેતરપિંડી કંપનીના વિસર્જનનો સ્વતંત્ર આધાર છે.
DownloadDownload
7856.
Supreme Court Civil Appeal No. 1478 of 2015
કૃષ્ણમૂરથી વિ. સિવાકુમાર અને અન્યઓ
વિષય : ઉમેદવારી પત્રક ભરતી વખતે ઉમેદવાર દ્વારા પોતાના વિરુદ્ધના ગંભીર અથવા વિચારણાધીન ફોજદારી કેસોની વિગતો છુપાવવી એ મતદારોના જાણવાના મૂળભૂત અધિકાર પર ત્રાપ છે અને તે 'અનુચિત પ્રભાવ' હોવાથી 'ભ્રષ્ટ આચરણ' હેઠળ ચૂંટણી રદબાતલ ઠેરવવાનો પૂરતો આધાર બને છે.
DownloadDownload
7857.
Supreme Court Civil Appeal No.11826 of 2018
હરિયાણા પાવર પરચેઝ સેન્ટર વિરુદ્ધ સાસન પાવર લિ. અને અન્ય
વિષય : નિયમનકારી સત્તાધિકારીઓ પાવર પરચેઝ એગ્રીમેન્ટની સ્પષ્ટ શરતોમાં ફેરફાર કરી શકતા નથી અને "કાયદામાં ફેરફાર" અંગેના દાવાનો નિર્ણય કરારની શરતો અનુસાર જ કરવાનો રહે છે.
DownloadDownload
7858.
Supreme Court Civil Appeal No.7326-7327 of 2018
સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિ. વિરુદ્ધ ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન અને અન્ય
વિષય : TRAI જાહેર હિતમાં પ્રસારણ સેવાઓના ભાવનું નિયમન કરી શકે છે.
DownloadDownload
7859.
Supreme Court Civil Appeal No.8714 of 2022
કર્ણાટક પાવર ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. વિરુદ્ધ જેએસડબલ્યુ એનર્જી લિ. (અગાઉ જિન્દાલ થર્મલ પાવર કંપની લિ. અને જિન્દાલ ટ્રેક્ટેબલ પાવર કંપની લિ. તરીકે ઓળખાતી) અને અન્ય
વિષય : આવશ્યક શરતો અંગે પક્ષકારો એકમત ન હોય અને ઔપચારિક પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવાનો આશય હોય તો કરાર પૂર્ણ થયેલો ગણાય નહીં.
DownloadDownload
7860.
Supreme Court Civil Appeal No. 5242 of 1998
ઉપભોક્તા કાર્યવાહી સમૂહ અને અન્ય એક. વિ. તમિલ નાડુ રાજ્ય તથા અન્યઓ.
વિષય : આસામની મેડિકલ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના નિયમો, પ્રવેશ પરીક્ષાની અનિવાર્યતા અને વિવિધ ક્વોટા ની બંધારણીય માન્યતા અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7861.
Supreme Court Civil Appeal No. 6983 of 1999
હૈદરાબાદ કર્ણાટક એજ્યુકેશન સોસાયટી વિ. સોસાયટીઓના રજિસ્ટ્રાર અને અન્યો
વિષય : કર્ણાટક સોસાયટીઝ નોંધણી અધિનિયમ, ૧૯૬૦ હેઠળ લવાજમ (સભ્ય ફી) ન ચૂકવવાના કિસ્સામાં સભ્યપદ આપોઆપ રદ થવા અંગેના નિયમ ૭(એ) ની કાયદેસરતા અને માન્યતા બાબત.
DownloadDownload
7862.
Supreme Court Writ Petition (Civil) No. 926 of 1988
ઉપભોક્તા કાર્યવાહી સમૂહ અને અન્ય એક. વિ. તમિલ નાડુ રાજ્ય તથા અન્યઓ
વિષય : તમિલનાડુ નગર અને ગ્રામ આયોજન અધિનિયમની કલમ ૧૧૩ અને ૧૧૩-એ હેઠળ ગેરકાયદેસર બાંધકામોને નિયમોમાંથી મુક્તિ આપવાની તથા નિયમિત કરવાની સરકારની સત્તાની બંધારણીય માન્યતા અંગેનો ચુકાદો.
DownloadDownload
7863.
Supreme Court Civil Appeal No. 2106 of 2001
પલ્લવ શેઠ વિ.કસ્ટોડિયન અને અન્ય
વિષય : અદાલતોની અવમાનના અધિનિયમ, ૧૯૭૧ની કલમ ૨૦ હેઠળ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવા માટેની મર્યાદા અવધિ અને છેતરપિંડીના સંજોગોમાં મર્યાદા અધિનિયમ, ૧૯૬૩ની કલમ ૧૭ની લાગુ પડવા બાબતનો ચુકાદો.
DownloadDownload
7864.
Supreme Court Civil Appeal No. 2146 of 2003
બેંગલોર ટર્ફ ક્લબ લિ. વિ. પ્રાદેશિક નિયામક, કર્મચારી રાજ્ય વીમા નિગમ
વિષય : કર્મચારી રાજ્ય વીમા (ઇ.એસ.આઇ.) અધિનિયમ, ૧૯૪૮ ની કલમ ૧(૫) હેઠળ 'રેસ-ક્લબ' અને 'ચીટ ફંડ' નો 'દુકાન' અથવા 'એસ્ટાબ્લીશમેન્ટ(' ની વ્યાખ્યામાં સમાવેશ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો.
DownloadDownload
7865.
Supreme Court Civil Appeal No. 1725 of 1997
એમ.ડી., આર્મી વેલ્ફેર હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન વિ. સુમંગલ સર્વિસિસ પ્રા. લિ.
વિષય : કરારભંગ અને લવાદની સત્તા અંગેનો ચુકાદો.
DownloadDownload
7866.
Supreme Court Civil Appeal No. 5057 of 1998
માયાવતી વિ. મારકંડેય ચંદ અને અન્યો
વિષય : પક્ષપલટા વિરોધી કાયદા (બંધારણની દસમી અનુસૂચિ) હેઠળ ધારાસભ્યોની અયોગ્યતા, પક્ષમાં વિભાજન (સ્પ્લિટ) અને અધ્યક્ષના (સ્પીકરના) નિર્ણયની ન્યાયિક સમીક્ષા અંગેનો ચુકાદો.
DownloadDownload
7867.
Supreme Court Civil Appeal No. 2480 of 2014
એક્સેલ ક્રોપ કેર લિમિટેડ વિ. ભારતીય સ્પર્ધા આયોગ અને અન્ય એક
વિષય : સ્પર્ધા અધિનિયમ, ૨૦૦૨ હેઠળ સ્પર્ધા-વિરોધી કરારો (કાર્ટેલ) માટે દંડની ગણતરી કરતી વખતે 'કુલ ટર્નઓવર' ને બદલે 'સંબંધિત ટર્નઓવર' (Relevant Turnover) ધ્યાનમાં લેવા બાબતનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7868.
Supreme Court Original Suit 6 of 1996
હરીયાણા રાજ્ય - વિ. - ·પંજાબ રાજ્ય અને અન્ય એક.
વિષય : અંતિમ હુકમનામું બંધનકારક છે; બદલાયેલી પરિસ્થિતિના પુરાવા વિના તેનો અમલ રોકી શકાતો નથી અને પુનઃવિવાદ પ્રતિબંધિત છે.
DownloadDownload
7869.
Supreme Court Criminal Appeal No.1012 of 1999
એમ. એસ. નારાયણન મેનન @ મણી વિરુદ્ધ કેરળ રાજ્ય અને અન્ય
વિષય : સ્ટોક બ્રોકર દ્વારા કાયદેસરના હિસાબી ચોપડા ન નિભાવવાના કિસ્સામાં ચેક દેવાની ચુકવણી માટે જ હોવાના કાનૂની અનુમાનના ખંડન અને આરોપીના નિર્દોષ છૂટકારા અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7870.
Supreme Court WP (C) 366 of 1997
શ્રી દિગ્વિજય સિમેન્ટ કંપની લિમિટેડ અને અન્ય વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : સિમેન્ટના આંતરરાજ્ય વેચાણ પર વેચાણકરમાં ઘટાડો અને ફોર્મ-સી/ડી રજૂ કરવામાંથી આપવામાં આવેલી મુક્તિની બંધારણીય માન્યતા બાબત.
DownloadDownload
7871.
Supreme Court Civil Appeal No.5881 of 2016
ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર ફેડરેશન અને અન્ય. વિ. સાસન પાવર લિ. અને અન્ય
વિષય : વિદ્યુત અધિનિયમની કલમ ૬૩ હેઠળ સી.ઓ.ડી. (Commercial Operation Date) નું નિર્ધારણ અને હકત્યાગ (Waiver) ના સિદ્ધાંતો અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7872.
Supreme Court Criminal Appeal No.507 of 2007
શ્યામલ ઘોષ વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય
વિષય : હત્યા અને પુરાવાના નાશ (ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ અને ૨૦૧) બદલ આરોપીઓની આજીવન કેદની સજાને બહાલી આપતો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7873.
Supreme Court Civil Appeal No.6258 of 2014
કેરળ સરકારના સચિવ, સિંચાઈ વિભાગ અને અન્ય વિ. જેમ્સ વર્ગીસ અને અન્ય
વિષય : કેરળ મધ્યસ્થતા કલમોના રદકરણ અને એવોર્ડોના પુનઃખોલાણ અધિનિયમ, ૧૯૯૮ ની બંધારણીય માન્યતા અને સત્તાના વિભાજનના સિદ્ધાંત અંગેનો ચુકાદો.
DownloadDownload
7874.
Supreme Court Civil Appeal No.3164 of 1997
એન. કમલમ (મૃત) અને અન્ય એક વિ. અય્યાસામી અને અન્ય
વિષય : આ ચુકાદા મુજબ, વસિયતનામાના લેખકની સહી સાક્ષીકરણ (attestation) ગણાતી નથી; વસિયત સાબિત કરવા માટે કાયદા મુજબ ઓછામાં ઓછા એક પ્રમાણિત સાક્ષીની તપાસ કરવી ફરજિયાત છે.
DownloadDownload
7875.
Supreme Court Civil Appeal No.4750 of 1999
ગ્રેફાઇટ ઇન્ડિયા લિ. અને અન્ય વિ. દુર્ગાપુર પ્રોજેક્ટ્સ લિ. અને અન્ય
વિષય : વીજળી અધિનિયમ હેઠળના મંજૂરીધારક પર લાદવામાં આવેલી શરતો કાયદેસર નહીં પરંતુ કરારાત્મક છે, અને રાજ્ય સરકારને ૬૦ દિવસની નોટિસ આપવાની શરત ફરજિયાત નથી.
DownloadDownload
7876.
Supreme Court Civil Appeal No.16832 of 1996
નેશનલ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ લિ. વિ. રાજસ્થાન રાજ્ય અને અન્ય
વિષય : ઔદ્યોગિક વિવાદ અધિનિયમ હેઠળ બહુમતી પ્રતિનિધિ સંઘ સાથે થયેલ ત્રિપક્ષીય સમાધાન અન્ય યુનિયનો પર બાધ્યકારક હોવાથી વિવાદ સંદર્ભ જાહેરનામું રદ કરવા બાબત.
DownloadDownload
7877.
Supreme Court Civil Appeal No.4674 of 1998
ગોડાવટ પાન મસાલા પ્રોડક્ટ્સ આઇ.પી. લિ. અને અન્ય વિ. ભારત સંઘ અને અન્ય
વિષય : ખાદ્ય ભેળસેળ નિવારણ અધિનિયમ, ૧૯૫૪ ની કલમ ૭(૪) હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા અને ગુટખા પર મૂકેલ પ્રતિબંધની કાયદેસરતા અંગે.
DownloadDownload
7878.
Supreme Court Civil Appeal No.2608 of 2011
યુ.પી. પાવર કોર્પોરેશન લિમિટેડ. વિ. રાજેશ કુમાર તથા અન્ય
વિષય : બંધારણીય જોગવાઈઓ છતાં, પછાતપણું, અપર્યાપ્ત પ્રતિનિધિત્વ અને કાર્યક્ષમતાના પરિમાણયોગ્ય આંકડા વિના બઢતીમાં અનામત/ત્વરિત જ્યેષ્ઠતા આપી શકાય નહીં.
DownloadDownload
7879.
Supreme Court Transferred Case (C) 8 of 2001
બાલ્કો એમ્પ્લોયીઝ યુનિયન (રજી.) વિ. ભારત સંઘ અને અન્ય
વિષય : ૫૧% ઇક્વિટીના વિનિવેશ અંગેના કેન્દ્રીય સરકારના નીતિગત નિર્ણયની ન્યાયિક સમીક્ષા, પારદર્શિતા અને કર્મચારીઓના હિતોના સંરક્ષણ બાબત.
DownloadDownload
7880.
Supreme Court Civil Appeal No.2951 of 2001
ભારત સંઘ અને અન્ય વિ. મેજર એસ.પી. શર્મા અને અન્ય
વિષય : ડોક્ટ્રાઇન ઓફ પ્લેઝર સિદ્ધાંત હેઠળ સૈન્ય કર્મચારીઓની સેવા સમાપ્તિ બાબતે રાષ્ટ્રપતિની સત્તા મર્યાદિત ન્યાયિક સમીક્ષાને આધીન છે, તેમજ અંતિમ નિર્ણય પૂર્વનિર્ણિતતાના સિદ્ધાંતથી બાધિત રહે છે.
DownloadDownload
7881.
Supreme Court WP (C) 824 of 1988
ગૌરવ જૈન વિ. ભારત સંઘ તથા અન્ય
વિષય : દેહ વિક્રયમાં પિડીત મહિલાઓના સંતાનોના રક્ષણ, શિક્ષણ અને પુનર્વસન માટે આપેલા ન્યાયિક નિર્દેશો સંબંધિત
DownloadDownload
7882.
Supreme Court of India Special Leave Petition (C) No. 10281 of 2006
રામચંદ્ર મહાદેવ જગપાલ અને અન્યો વિ. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને અન્યો
વિષય : સ્લમ રિહેબિલિટેશન સ્કીમમાં ડેવલપરની બદલી અને લેટર ઓફ ઇન્ટેન્ટ જારી કરવાના સંદર્ભમાં પક્ષકાર તરીકે જોડવા અને હુકમ રદ કરવા બાબત.
DownloadDownload
7883.
Supreme Court Criminal Miscellaneous Petition No. 157334 of 2018
નારાયણ ચેતનરામ ચૌધરી વિ. મહારાષ્ટ્ર રાજ્ય
વિષય : જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, ૨૦૧૫ – ૨૮ વર્ષથી મૃત્યુદંડની સજા હેઠળના કેદીની ગુના સમયે વાસ્તવિક વય ૧૨ વર્ષ હોવાના શાળાના પુરાવા ગ્રાહ્ય રાખી સજા રદ કરવા અને તાત્કાલિક મુક્ત કરવા બાબત.
DownloadDownload
7884.
Supreme Court Criminal Appeal No. 950 of 2022
બરૂન ચંદ્ર ઠાકુર વિ. માસ્ટર ભોલુ અને અન્ય
વિષય : જેજે એક્ટ, ૨૦૧૫ ની કલમ ૧૫ હેઠળ ૧૬ થી ૧૮ વર્ષના કિશોરની પુખ્ત તરીકે આકારણી કરતા પૂર્વે માત્ર બુદ્ધિઆંક નહીં, પરંતુ ગુનાના દીર્ઘકાલીન પરિણામો સમજવાની માનસિક ક્ષમતાનું સચોટ મૂલ્યાંકન કરવાની આવશ્યકતા અંગે.
DownloadDownload
7885.
Supreme Court Civil Appeal No.2701 of 2006
ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ વિ. બી.પી.એલ. લિમિટેડ
વિષય : મધ્યસ્થતા નિર્ણય કે દાવાની વસૂલાત છતાં ગીરો અથવા હાઇપોથેકેશન સમાપ્ત થતું નથી અને સુરક્ષિત લેણદારનો દરજ્જો યથાવત્ રહે છે.
DownloadDownload
7886.
Supreme Court Civil Appeal No.3968 of 1994
અખિલ ભારત ગોસેવા સંઘ વિ. એ.પી. રાજ્ય અને અન્ય
વિષય : બંધારણના અનુચ્છેદ ૪૮ હેઠળનું રક્ષણ દૂધાળા કે બોજા ખેંચવાવાળા અસમર્થ ઢોર સુધી પણ વિસ્તરે છે.
DownloadDownload
7887.
Supreme Court Miscellaneous Application No. 50 of 2019
રામેશ્વર અને અન્યો વિ. હરિયાણા રાજ્ય તથા અન્ય
વિષય : જમીન સંપાદન અધિનિયમ, ૧૮૯૪ હેઠળ હરિયાણા સરકાર દ્વારા ભૂમિ સંપાદનમાંથી પાછા ખેંચવાના મનસ્વી નિર્ણયને કાનૂની સત્તા પરની છેતરપિંડી ગણીને રદ કરનારા મુખ્ય ચુકાદામાં વપરાયેલા 'હસ્તાંતરણ' શબ્દના કાનૂની વ્યાપની સ્પષ્ટતા કરી, વિવિધ બિલ્ડરો તેમજ ઘર ખરીદનારાઓના હિતોનું સંતુલન જાળવતો નામદાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7888.
Supreme Court Civil Appeal No.117 of 2005
વિડિયોકોન ઇન્ટરનેશનલ લિ. વિ. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા
વિષય : અપીલનો હક કાર્યવાહીની શરૂઆતે નિહિત થતો મૂળભૂત અધિકાર છે, જે વિપરીત કાયદાકીય જોગવાઈ વિના સંશોધનથી છીનવી શકાય નહીં.
DownloadDownload
7889.
Supreme Court Civil Appeal No.2965 of 2011
અખિલ ભારતીય ઉપભોક્તા કોંગ્રેસ વિ. મધ્ય પ્રદેશ રાજ્ય તથા અન્ય
વિષય : રાજ્ય કે તેની એજન્સીઓ દ્વારા સત્તાનો ઉપયોગ મનસ્વી રીતે થઈ શકે નહીં પરંતુ હંમેશાં લોકકલ્યાણ માટે અને ભેદભાવરહિત હોવો જોઈએ.
DownloadDownload
7890.
Supreme Court Civil Appeal No.3838 of 2010
વિશેષ જમીન સંપાદન અધિકારી વિ. કરીગૌડા અને અન્ય
વિષય : અધિનિયમની જોગવાઈઓ પર સાદા અર્થઘટનનો નિયમ લાગુ કરવો જોઈએ, કારણ કે વળતર આપવાના વિષયમાં અદાલતને અપરિમિત વિવેકાધિકાર નથી.
DownloadDownload
7891.
Supreme Court Criminal Appeal No.76 of 2004
આર. વેંકટકૃષ્ણન વિ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન
વિષય : ચુકાદા મુજબ, સિક્યોરિટીઝના કૌભાંડમાં ગેરકાયદેસર કૉલ મની વળાંક અને જાહેર નાણાંની વિશ્વાસઘાતપૂર્વક ગેરવહીવટ બદલ સ્પેશિયલ કોર્ટને ગુનાનો વિચારણાધિકાર છે.
DownloadDownload
7892.
Supreme Court Miscellaneous Application No. 1925 of 2020
સિટિઝન્સ ફોર ગ્રીન દૂન અને અન્ય. વિ. ભારત સંઘ અને અન્ય
વિષય : ચારધામ મહામાર્ગ વિકાસ પરિપરિયોજનાામાં રાષ્ટ્રીય સુરક્ષા અને સશસ્ત્ર દળોની વ્યૂહાત્મક જરૂરિયાતોને ધ્યાને રાખી સરહદી ફીડર માર્ગોને ડબલ-લેન ધોરણ મુજબ પહોળા કરવાની મંજૂરી આપવા બાબત. હિમાલયના નાજુક પર્યાવરણીય તંત્રને નુકસાન અટકાવવા માટે 'ટકાઉ વિકાસના સિદ્ધાંત' હેઠળ દેખરેખ સમિતિ ની રચના અને પર્યાવરણીય શમનકારી ઉપાયોના કડક પાલન અંગે.
DownloadDownload
7893.
Supreme Court Criminal Appeal No. 64-65 of 2022
રમાનંદ @ નંદલાલ ભારતી વિ.ઉત્તર પ્રદેશ રાજ્ય
વિષય : ફોજદારી ન્યાયશાસ્ત્ર – ન્યાયપાલીકા બહારની કબૂલાત અને હથિયારની શોધખોળના પુરાવાઓ અવિશ્વસનીય ઠરતાં સાંયોગીક પુરાવાની કડી તૂટવાને લીધે આરોપી અપીલકર્તાને ફટકારવામાં આવેલ મૃત્યુદંડ રદ કરી નિર્દોષ છોડવા બાબત.
DownloadDownload
7894.
Supreme Court of India Criminal Appeal No. 1150 of 2004
ત્રિલોકી નાથ અને અન્ય વિ. ઉત્તરપ્રદેશ રાજ્ય
વિષય : ગેરકાયદેસર પ્રવેશ સામે સ્વબચાવના અધિકારની મર્યાદાઓ, હુમલાખોર પક્ષ માટે સ્વબચાવના દાવાની અપ્રાપ્યતા તથા કલમ ૧૪૯ હેઠળ સમાન હેતુ અને કલમ ૩૪ હેઠળ સમાન ઈરાદાની રચના અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય
DownloadDownload
7895.
Supreme Court Civil Appeal No. 228 of 2022
ઉત્તર પ્રદેશ રાજ્ય તથા અન્ય વિ. અતુલ કુમાર દ્વિવેદી તથા અન્ય
વિષય : પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની ઓનલાઇન લેખિત પરીક્ષા અનેક પાળીઓમાં લેવાઈ હોવાના કારણે પ્રશ્નપત્રોની ભિન્નતાને સમકક્ષ લાવવા માટે પ્રારંભિક તબક્કે જ અપનાવવામાં આવેલી 'ગુણોનું સામાન્યીકરણ' (Normalization) પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય ઠરાવતો નામદાર સર્વોચ્ચ અદાલતનો ચુકાદો
DownloadDownload
7896.
Supreme Court Civil Appeal No. 1727 of 2016
નિધી કાઇમ અને અન્ય વિ. મધ્ય પ્રદેશ રાજ્ય અને અન્ય
વિષય : વ્યાપમ કૌભાંડમાં છેતરપિંડી દ્વારા મેળવેલા એમ.બી.બી.એસ. પ્રવેશની કાયદેસરતા તથા બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ સંપૂર્ણ ન્યાયની સીમાઓ અંગેનો ચુકાદો.છેતરપિંડીથી પ્રાપ્ત થયેલા પ્રવેશને કાનૂની માન્યતા આપી શકાય નહીં અને અનુચ્છેદ ૧૪૨નો ઉપયોગ કાયદાના શાસનને બાજુએ રાખીને થઈ શકતો નથી.
DownloadDownload
7897.
Supreme Court Writ Petition (Civil) No. 1232 of 2017
સ્વપ્નિલ ત્રિપાઠી વિ. ભારતની સર્વોચ્ચ અદાલત
વિષય : જાહેર અને રાષ્ટ્રીય મહત્વના કેસોમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ન્યાયિક કાર્યવાહીના જીવંત પ્રસારણ ને મંજૂરી આપવા અને તે માટેના નિયમો/માર્ગદર્શિકા ઘડવા બાબત.
DownloadDownload
7898.
Supreme Court Civil Appeal No. 1698 of 2020
ધીરજ મોર વિ. માનનીય દિલ્હી વડી અદાલત
વિષય : જિલ્લા ન્યાયાધીશની સીધી ભરતી માટે વકીલોના અનામત ક્વોટા સામે ન્યાયિક સેવાના સભ્યોની સ્પર્ધા કરવાની પાત્રતા તથા બંધારણના અનુચ્છેદ ૨૩૩ ના અર્થઘટન અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચુકાદો.
DownloadDownload
7899.
Supreme Court Criminal Appeal No. 1217 of 2017
સુશ્રી ઈરા ડી.આર મંજૂલા ક્રીપેનદ્રોફ મારફતે વિ.રાજ્ય (દિલ્હી ની એન.સી.ટી. ની સરકાર) તથા અન્ય એક
વિષય : પોક્સો અધિનિયમ હેઠળ 'બાળક'ની વ્યાખ્યામાં માત્ર ૧૮ વર્ષથી ઓછી જૈવિક કે શારીરિક ઉંમર જ ધ્યાનમાં લેવાની હોઈ, તેમાં 'માનસિક ઉંમર' નો સમાવેશ કરી શકાય નહીં તેવો સિદ્ધાંત પ્રતિપાદિત કરી માનસિક રીતે દિવ્યાંગ પીડિતાને મહત્તમ વળતર ચૂકવવાનો આદેશ કરવા બાબત.
DownloadDownload
7900.
Supreme Court Civil Appeal No. 2217-2218 of 2021
ભારત સંઘ અને અન્ય. વિ. મેસર્સ રાજ ગ્રો ઈમ્પેક્સ એલએલપી અને અન્ય
વિષય : કસ્ટમ્સ એક્ટની કલમ ૧૨૫(૧) હેઠળ નિર્ધારિત માત્રાથી વધુ આયાત કરાયેલા 'પ્રતિબંધિત માલ' (પીળા વટાણા) ને રિડેમ્પશન ફાઇન ના બદલે સંપૂર્ણ જપ્ત કરવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ. કાનૂની અપીલ પેન્ડિંગ હોય ત્યારે માલ મુક્ત કરવા માટે વડી અદાલત દ્વારા જારી કરાયેલા વિરોધાભાસી અને અસંગત પરમાદેશ ને રદ કરવા બાબત
DownloadDownload

Pages